પાંપણ પાછળ નેણ છુપાવ્યાં પાંપણ પાછળ નેણ છુપાવ્યાં, પાલવ પાછળ હૈયું, પણ મારી પાની કહ્યું નહિ માની છુપે ના છુપાણી કરે મનમાની સાસરીની સાંકડી શેરીમાં વાગે કદી ના સંગીત જાતાં ને આવતાં ઝાંઝરીની તાલે પાની ગાતી રહે ગીત નહિ એ મૂંઝાણી રહી અણજાણી સદાકાળ પાની કરે મનમાની પણ મારી પાની કહ્યું નહિ માની છુપે ના છુપાણી કરે મનમાની મૈયરથી મુને મળવા આવ્યો એ મારો કોઈ મન મિત પિયરથી તારા વાવડ લાવ્યો, તું શું ભૂલી ગઈ પ્રીત લાવ્યો છું એક ઝાંઝરજોડી, સુણાવ તું કોઈ ગીત સુણી હું લજાણી પણ મારી પાની નહિ લજવાણી એના ઝાંઝરની વાણી નાચે મારી પાની થઈને મસ્તાની એ રોકે ના રોકાણી હું લાખ રીસાણી પણ મારી પાની કહ્યું નહિ માની છુપે ના છુપાણી કરે મનમાની સ્વરઃ કવિતા કૃષ્ણમૂર્તિ ગીતઃ નિરંજના ભાર્ગવ સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ
આ સુંદર ઓડિયો ક્લીપ આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.
|
Thursday, 11 February 2016
પાંપણ પાછળ નેણ છુપાવ્યાં
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment