Sunday, 15 March 2015

Bread Coparapak - બ્રેડનો કોપરાપાક

Bread Coparapak - બ્રેડનો કોપરાપાક


Ingredients - સામગ્રી
  • 1 વાડકી બ્રેડનો ભૂકો
  • 1 વાડકી નાળિયેરનું ખમણ
  • 1 વાડકી ખાંડ દળેલી
  • 1 ટીસ્પન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ઘી, દૂધ, બદામ, ચારોલી, કેસર
Method - રીત
બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાઢી, 1 વાડકી ભૂકો બનાવવો.

એક વાસણમાં 2 ચમચા ઘી મૂકી, તેમાં નાળિયેરનું ખમણ, ખાંડ અને થોડા ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. ખાંડ ઓગળે એટલે તેમાં બ્રેડનો ભૂકો નાંખવો. ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, કોપરાપાક ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરવી. તેને બદલે ચાંદીના વરખ પણ લગાડી શકાય


No comments:

Post a Comment