Sunday, 15 March 2015

Bread Gulab Jamun - બ્રેડના ગુલાબજાંબુ

Bread Gulab Jamun - બ્રેડના ગુલાબજાંબુ

Ingredients - સામગ્રી
  • 1 પેકેટ બ્રેડ
  • 200 ગ્રામ માવો,
  • 500 ગ્રામ ખાંડ
  • ઘી, દૂધ, એલચી, ગુલાબજણ
  • પીળો રંગ, પતાસું
Method - રીત
બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાઢી, તેને દૂધમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાંથી દબાવી, દૂધ કાઢી નાંખવું. પછી તેને ગ્રાઈન્ડરમાં વાટી, લોચો બનાવવો. તેમાં માવો નાંખી, બરાબર મિક્સ કરી, તેનાં જાંબુ બનાવવાં. જાંબુ બનાવતી વખતે તેમાં વચ્ચે એલચીના દાણા અને પતાસાની નાની કટકી મૂકવી. પછી ઘીમાં તલી લેવા.

એક તપેલીમાં ખાંડ, લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં દૂધ નાંખી, મેલ કાઢવો. તેમાં પીળો રંગ નાંખી, ચાસણી એકતારી થાય એટલે તેમાં ગુલાબજાંબુ નાંખવાં. થોડી વાર ઉકાળી, ઉતારી લેવા. 2 ચમચા ગુલાબજળ નાંખી, ત્રણ-ચાર કલાક ઠરવા દેવા.


No comments:

Post a Comment