Chocolate Churmu Barfi - ચોકલેટ ચૂરમું બરફી
Ingredients - સામગ્રી
- 250 ગ્રામ ઘઉંનો લોટ
- 50 ગ્રામ મિલ્ક પાઉડર
- 75 ગ્રામ ખાંડ
- 25 ગ્રામ ડ્રાયફ્રુટ્સનો ભૂકો (બદામ-કાજુ વગેરે)
- ઘી, એલચી, જાયફળ, કેસર, કંન્ડેન્સ્ડ મિલ્ક
- ચોકલેટ સોસ માટે – 10 મિલ્ક ચોકલેટ 1 ટેબલસ્પૂન ઘી, બદામ-કાજુની કતરી
Method - રીત
ઘઉંના લોટમાં મૂઠી પતું મોણ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર ધીમા તાપે ઘીમાં શેકી લેવી. ઠંડી પડે એટલે ખાંડી, ચૂરમું બનાવવું.
એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે રોટલીનું ચૂરમું અને ખાંડ નાંખવાં. ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ્સનો ભૂકો, એલચી-જાયફળનો ભૂકો, અને કેસરની ભૂકી નાખી, ઉતારી લેવું. પછી કન્ડેસ્ડ મિલ્ક નાખી, લોચા જેવી મિશ્રણ થાય એટલે થાળીમાં ઘી લગાડી, મિશ્રણ ઠારી દેવું. રેફ્રિજરેટરમાં 1 કલાક મૂકી ઠંડું કરવું.
ચોકલેટના કટકા કરી, બાઉલમાં ભરવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વાડકો મૂકવો. પાણી ઊકળે એટલે ચોકલેટ ભરેલું બાઉલ વાડકા ઉપર મૂકવું. ચોકલેટ ઓગળે એટલે તેમાં 1 ચમચો ઘી નાખી, ઠરેલી બરફી ઉપર સોસ રેડી દેવો. ઉપર બદામ-કાજુની કતરી નાખી સજાવટ કરવી. ઠંડી પડે એટલે કટકા કરવા.
નોંધ – વધેલી રોટલીનો ભૂકો ચૂરમાને બદલે લઈ શકાય.

No comments:
Post a Comment