Gul-Bahar Ice-cream - ગુલબહાર આઈસક્રીમ
Ingredients - સામગ્રી
- 1 લિટર દૂધ
- 50 ગ્રામ નાળિયેરનું ખમણ
- 200 ગ્રામ ક્રીમ
- 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
- 6 ટેબલસ્પૂન ગુલકંદ અથવા 1 કપ રોઝ સીરપ
- બદામ, પિસ્તાં
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી દૂધમાં નાખવો. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે નાળિયેરનું ખમણ, ક્રીમ અને ગુલકંદ અથવા રોઝ સીરપ નાંખી, મિક્સરમાં મિક્સ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ડીપ ફ્રીઝરમાં મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. ફરી ડબ્બામાં ભરી, છોલેલી બદામની કાતરી અને પિસ્તાંની કાતરીથી સજાવટ કરી, ફ્રીઝરમાં મૂકી, સેટ થાય એટલે કાઢી લેવો.
નોંધ – ગુલકંદ અને રોઝ સીરપને લીધે ખાંડ નાંખવાની ખાસ જરુર પડતી નથી. જો ગુલકંદ અથવા રોઝ સીપર નાંખવો ન હોય તો તેને બદલે ગુલાબની પાંદડીઓ, ખાંડ અને એસેન્સ નાંખી આઈસક્રીમ બનાવી શકાય.
નોંધ – ગુલકંદ અને રોઝ સીરપને લીધે ખાંડ નાંખવાની ખાસ જરુર પડતી નથી. જો ગુલકંદ અથવા રોઝ સીપર નાંખવો ન હોય તો તેને બદલે ગુલાબની પાંદડીઓ, ખાંડ અને એસેન્સ નાંખી આઈસક્રીમ બનાવી શકાય.
No comments:
Post a Comment