Kathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું
Ingredients - સામગ્રી
- 2,122 કિલો કેરી
- 100 ગ્રામ મીઠું (કેરી અથવા માટે)
- 100 ગ્રામ રાઈની દાળ
- 100 ગ્રામ ધાણાના કૂરિયા
- 100 ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો
- 200 ગ્રામ મરચું
- 300 ગ્રામ મીઠું
- 1 ટેબલસ્પૂન હળદર
- 1 ટીસ્પૂન હિંગ
- 1 કિલો ગોળ
- 1, 1/2 કિલો તેલ-તલનું
- 50 ગ્રામ છડેલી વરિયાળી
- 50 ગ્રામ મરી
- આખાં મરચાં, રાઈ વઘાર માટે
Method - રીત
આખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે દિવસે કપડા ઉપર પાથરી, કોરા કરવા. રાઈની દાળ, ધાણાના કૂરિયા, શેકેલી મેથીનો ભૂકો, મરચું, મીઠું, બધું ભેગું કરી, તેમાં હળદર અને અડધી ચમચી હિંગ નાંખવી. તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વઘાર કરી, તેલ સાધારણ ઠંડું પડે એટલે મસાલો વઘારવો. મસાલો તદ્દન ઠંડો પડે એટલે તેમાં ગોળ કાતરીને ભેળવી દેવો.
એક મોટી થાળીમાં કેરીના કટકા ભરી, તેમાં તેલ નાંખી રગદોળવા. પછી તેમાં ગોળવાળો મસાલો વરિયાળી અને મરી નાંખી, હલાવી અથાણું બરણીમાં ભરવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.
એક મોટી થાળીમાં કેરીના કટકા ભરી, તેમાં તેલ નાંખી રગદોળવા. પછી તેમાં ગોળવાળો મસાલો વરિયાળી અને મરી નાંખી, હલાવી અથાણું બરણીમાં ભરવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.
No comments:
Post a Comment