Sunday, 22 March 2015

Leechee Ice-cream -- લીચીનો આઈસક્રીમ

Leechee Ice-cream -- લીચીનો આઈસક્રીમ

Ingredients - સામગ્રી
  • 2 ડઝન લીચી
  • 1 લિટર દૂધ
  • 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 250 ગ્રામ ખાંડ
  • 4 કપ તાજું ક્રીમ
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
  • 1 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરી
  • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • આઈસક્રીમ એસેન્સ, પીળો કલર
Method - રીત
લીચીનો છાલ અને બી કાઢી, મિક્સરમાં મેશ કરી માવો બનાવવો.

દૂધને ઉકાળી, થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી નાખવો. તેમાં ખાંડ નાખી દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પાડવું. ઠંડું થાય એટલે લીચીનો માવો, ક્રીમ, ત્રણ-ચાર ટીપાં પીળો કલર અને એસેન્સ નાખી, એલ્યુમિનિયમના ડબ્બામાં દૂધ નાખી રેફ્રિજરેટરમાં મૂકવું. સેટ થાય એટલે લિક્વિડાઈઝરમાં ચર્ન કરી ડબ્બામાં ભરી, બદામની કાતરી, પિસ્તાંની કાતરી, દ્રાક્ષ અને કાજુનો ભૂકો નાંખી ફરી ફ્રિઝરમાં મૂકવો. આઈસક્રીમ બરાબર જામી જાય એટલે કાઢી લેવો.


No comments:

Post a Comment