Sunday, 15 March 2015

Madrasi Poli -મદ્રાસી પોળી

Madrasi Poli - પોળી  

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ મેંદો
  • 250 ગ્રામ ચોખાનો લોટ
  • ઘી, તેલ, ચપટી મીઠું
  • પૂરણ માટે –
  • 500 ગ્રામ ચણાની દાળ
  • 500 ગ્રામ ગોળ
  • 3 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
Method - રીત
ચણાની દાળને પાણીમાં સાધારણ કડક રહે તેમાં બાફી લેવી. પછી ચાળણીમાં નાંખી, કોરી કરવી. તેમાં કાતરેલો ગોળ નાંખી, ખાંડી, મિક્સ થાય એટલે ગરમ કરવું. બરાબર ગોળ ભળી જાય એટલે કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી ઉતારી લેવું.

મેંદાનો અને ચોખાનો લોટ ભેગો કરી, ચપટી મીઠું નાંખી, બે વાર ચાળવો. તેમાં મીઠું તેલનું મોણ નાંખી કણક બાંધવી. ઉપર તલ લગાડી, કણક ઢાંકીને 1 કલાક રહેવા દેવી. પછી કેળવી, તેમાંથી રોટલી વણી પૂરણ ભરી, બંધ કરી ફરી રોટલી વણી, તવા ઉપર ઘી મૂકી બન્ને બાજુ બદામી તળીલેવી.


No comments:

Post a Comment