Monday, 23 March 2015

Mango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું

Mango Pickle - કેરીનું અથાણું-આદું-લસણવાળું

Ingredients - સામગ્રી
  • મસાલો -
  • 250 ગ્રામ શેકેલી મેથીનાં કૂરિયા, 150 ગ્રામ રાઈની દાળ, 50 ગ્રામ ધાણાના કૂરિયાં બધું ભેગું કરી, તેલને ગરમ કરી, તેમાં તજ-લવિંગ અને હિંગ નાખી વઘાર કરવો. સાધારણ ઠંડો થાય એટલે તેમાં 200 ગ્રામ મરચું, 500 ગ્રામ મીઠું અને એક ચમચો ઙલદર નાંખી, હલાવી મસાલો તૈયાર કરવો
Method - રીત
2 કીલો કેરીના કટકા કરી, મીઠું, હળદર નાંખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે કપડા ઉપર કોરા કરવા. એક થાળીમાં કેરીના કટકા, 250 ગ્રામ અાદુને છોલી તેની કટકી અને 100 ગ્રામ લસણની કટકીમાં તેલ નાંખી હલાવવું. પછી 250 ગ્રામ ખાંડ અને મસાલો નાખી, હલાવી બરણીમાં ભરી લેવું. બીજે દિવસે ડૂબડુબાણ તેલ નાંખવું.


No comments:

Post a Comment