Sunday, 22 March 2015

Potato Salad - પોટેટો સલાડ

Potato Salad - પોટેટો સલાડ

Ingredients - સામગ્રી
  • 1 ટીસ્પૂન રાઈનો પાઉડર
  • 2 ટીસ્પૂન ખસખસ
  • 1 ટેબલસ્પૂન વિનેગર
  • 3 કપ બાફેલા બટાકાની કટકી
  • 1 ટીસ્પૂન મીઠું
  • 1 ટેબલસ્પૂન ખાંડ
  • 1/4 કપ કાકડીનું છીણ
  • 2 કપ ખમણેલી કોબીજ
  • 2 લીલી ડુંગળી
  • 1,1/2 કપ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)
  • 7 કાજુ
  • 1/2 ઝૂડી લીલા ધાણા
Method - રીત
રાઈનો પાઉડર અને ખસખસને વિનેગરમાં પલાળી રાખવાં. બટાકાની કટકીમાં મીઠું, ખાંડ, રાઈનો પાઉડર અને ખસખસ મિક્સ કરી, ફ્રિજમાં ચાર-પાંચ કલાક મૂકી રાખવું. પછી કાકડીનું છીણ (નિચોવેલું) કોબીજ અને લીલી ડુંગળીને સમારી, અંદર નાંખવા. તમાં દહીંનો મસ્કો નાંખી, બરાબર હલાવી, સલાડ ડિશમાં મૂકી, કાજૂના કટકા, દાડમના લાલ દાણા અને લીલા ધાણાથી સજાવટ કરવી.


No comments:

Post a Comment