Monday, 16 March 2015

Rice Nudels with Row Mango -રાઈસ નૂડલ્સ વિથ રો મેંગો

Rice Nudels with Row Mango 


રાઈસ નૂડલ્સ વિથ રો મેંગો

સામગ્રી :

ચોખાની સેવઈ - ૨૦૦ ગ્રામ, પાણી - છ કપ, 
કાચી કેરી(છીણેલી) - ૩/૪ કપ, 
રાઈ અને અડદની દાળ - ૧ ટીસ્પૂન, ચણાની દાળ - ૧ ટીસ્પૂન, 
કાજુ(આખા) - ૫ નંગ, લીલા મરચાં(ઝીણા સમારેલા) - ૨ નંગ, 
મીઠો લીમડો - થોડાં પાન, હળદર - ૧/૨ ટીસ્પૂન, 
મીઠું - સ્વાદ પ્રમાણે, તેલ - ૨ ટીસ્પૂન

રીત :

એક પેનમાં પાણી ઉકાળો. પાણી ઉકળવાનું શરૃ થાય એટલે ચોખાની સેવ 
નાખી બેથી ત્રણ મિનિટ રહેવા દો. * આ સેવ ઝડપથી ચઢી જાય છે એટલે 
વધારે પડતી બફાઈ ન જાય તે રીતે બાફી લો.

*તેને નિતારીને બાજુ પર રાખો.
*કાચી કેરીને છીણી લો.
* એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને અડદની દાળ નાખો. પછી તેમાં 
   ચણાની દાળ, કાજુ, મીઠો લીમડો અને લીલા મરચાં નાખો. હળદર 
   નાખી હલાવો.
* કાચી કેરીનું છીણ નાખી બે મિનિટ ચડવા દો.
* કેરી બરાબર ચઢી જાય એટલે બાફેલી ચોખાની સેવ નાખી, મીઠું નાખી 
   પાંચ મિનિટ ચડવા દો.
* પછી ગરમ-ગરમ સર્વ કરો.




No comments:

Post a Comment