Monday, 23 March 2015

Ring Mango - રીંગ કેરી

Ring Mango - રીંગ કેરી

Ingredients - સામગ્રી
  • 2 કિલોકેરી – જીણ વગરની
  • 500 ગ્રામ ગોળ
  • 250 ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો
  • 200 ગ્રામ મરચું
  • 200 ગ્રામ મીઠું
  • 100 ગ્રામ રાઈની દાળ
  • 50 ગ્રામ ધાણાના કુરિયા
  • 1, 1/2 ટેબલસ્પૂન હળદર, 1 ટીસ્પૂન હિંગ,
  • રાઈ, આખાં મરચાં, 750 ગ્રામ તેલ,
  • 100 ગ્રામ મીઠું – કેરી અથવા માટે
Method - રીત
મરચું મીઠું, મેથીનો ભૂકો, રાઈની દાળ અને હળદર ભેગાં કરી, તેલમાં રાઈ, હિંગ અને અાખાં મરચાંના કટકા નાંખી, વઘાર કરી, મસાલો તૈયાર કરવો. જીણ વગરની કેરીને છોલી, ગોળ રીંગ કાપવી. ગોટલી કાઢી નાંખવી. પછી મીઠું અને હળદરમાં એક દિવસ આથી રાખવી. બીજે દિવસે કપડા ઉપર કોરી કરી, તેલ નાખી રગદોળવી, તેમાં ઝીણો કાપેલો ગોળ અને મસાલો નાંખી મિક્સ કરી, બરણીમાં અથાણું ભરી લેવું. બીજે દિવસે ડુબડુબાણ તેલ નાંખવું.


No comments:

Post a Comment