જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે યુવાની મહોબ્બતના દમ લઈ રહી છે મને દિલની ધડકન ખબર દઈ રહી છે પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાંની નજર એ તરફ થઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી મનોભાવ મુખ પર ન દેખાય તેથી અદાથી જરા ડોક નીચી નમાવી મને અવનવી પ્રેરણા દઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે છે લાલિત્યમાં જે લચકતી લલિતા ગતિ એવી જાણે સરકતી સરિતા કલાથી વિભૂષિત કલાકાર માટે કવિતાથી સુંદર બનીને કવિતા પ્રભુની પ્રભાવી ઝલક દઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે ન સુરમો ન કાજલ ન પાવડર ન લાલી છતાં એની રંગત છે સૌમાં નિરાલી બધી ફેશનેબલ સખીઓની વચ્ચે છે સાદાઈમાં એની જાહોજલાલી શું ખાદીની સાડી મજા દઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે સરળથી ય એની સરળ છે સરળતા નથી શબ્દ સમજાવવા કોઈ મળતા લખું તોય લખતાં ન કાંઈ લખાયે શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં અજબ મારા મનની દશા થઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે ભલા કોણ જાણે કે કોને રિઝવવા અને કોના દિલની કળીને ખિલવવા એ દરરોજ બે-ચાર સખીઓની સાથે એ જાયે છે ભણવા કે ઊઠાં ભણાવવા ન સમજાય તેવી કલા થઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે કોઈ કહે છે જાય છે ચિત્રો ચિતરવા કહે છે કોઈ જ્ઞાન ભંડાર ભરવા કોઈ કેમ સમજે આ બાબતને ‘આસીમ’ અધૂરાં પ્રણય પાઠને પૂર્ણ કરવા એ દરરોજ ભણતરનાં શ્રમ લઈ રહી છે જુઓ... લીલા કોલેજમાં જઈ રહી છે સ્વરઃ મનહર ઉધાસ રચનાઃ ‘આસીમ’ રાંદેરી ક્લીક કરો અને સાંભળોઃ
|
Wednesday, 6 May 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment