મારી કોઈ ડાળખીમાં
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો!
પંખી સહિત હવા ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે
માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો!
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનો ય ભાર!
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય પડવાને કેટલી છે વાર?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો!
સ્વરઃ પાર્થિવ ગોહિલ
રચનાઃ અનિલ જોશી
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment