પાછું વાળીને જેણે
પાછું વાળીને જેણે ન જોઈ જાનકીને
કરીએ કિયો રે ભરોસો ભગવાન
રામ... હે રામ!
લાંબા છે દા'ડા એથી લાંબી છે રાતો
ખારા જીવતરની કરીએ કોને જઈને વાતો
વસમી વેળાએ તું તો
પડખે આવી ન ઊભો
કરીએ કિયો રે ભરોસો ભગવાન
કરીએ કિયો રે ભરોસો ભગવાન
રામ... હે રામ!
લાગ્યો છે કારમો દવ હે ડુંગરીએ
દિશા ન સૂઝે હવે દોડીને શું કરીએ
પોઢ્યો પાતાળે જઈને
શોધ્યો ન જડિયો તારો
કરીએ કિયો રે ભરોસો ભગવાન
કરીએ કિયો રે ભરોસો ભગવાન
રામ... હે રામ!
પાછું વાળીને જેણે ન જોઈ જાનકીને
કરીએ કિયો રે ભરોસો ભગવાન
રામ... હે રામ!
સ્વરઃ ભૂપિન્દર
ગીતઃ ધીરૂબહેન પટેલ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ ભવની ભવાઈ (૧૯૮૧)
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment