Monday, 11 May 2015


વન રે વગડાની મોઝાર
વન રે વગડાને મોઝાર નમણી નાની નાની નાર જાતી પનઘટને પગથાર ભરવા પાણી રે ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે વગડો લૂંટે રૂપની લ્હાણ ઘૂમતી ગાગર ગાતી ગાન અંગે યૌવનના એંધાણ ભરવા પાણી રે ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે કોઈની ગાગર છલકાય કોઈનું મુખલડું મલકાય ગાગર માથે વીંટી દોર ભીંજે સાળુડાની કોર આછો આછો રૂપનો તોર ભરવા પાણી રે ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે પેલા ડુંગરાની કોર મારા ચિત્તડાનો ચોર મીઠું મીઠું બોલે મોર ભરવા પાણી રે ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે વન રે વગડાને મોઝાર નમણી નાની નાની નાર જાતી પનઘટને પગથાર ભરવા પાણી રે ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે
સ્વરઃ ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ પરણેતર (૧૯૫૧) ક્લીક કરો અને સાંભળોઃ જો આપને  ૧૯૫૧નું  આ ગીત ગમ્યું હોય તો ૧૯૫૩નું ભરત વ્યાસ રચિત આ હિન્દી ગીત પણ સાંભળવું ગમશેઃ

No comments:

Post a Comment