જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
ઉપરથી સુંદર ચણતર ને પોકળ છે અંદર!
જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
ઓ... સૌએ સૌની બાજી ઉપર મનમાં થાતાં રાજી
જેવાં પાના તેવાં શાણા થઈને કહેતા હાજી હાજી
સૌએ બાજીગર! જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
મનના કાંઈ મનોરથ સેવ્યાં આશાની ઇમારત બાંધી
ચાર દિવસની જિંદગાનીને વિખરે ચાલી આંધી
સહેવું જીવનભર! જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
ઓ... પાના કેરો મહેલ બનાવી સૌએ કરતાં ખેલ
જીવન મરણની આંટી કેરા ઉકલે નહિ ઉકેલ
મનખા સાથે મૃત્યુ જન્મે ઘડીભરનું ઘડતર!
જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!
સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ગાડાનો બેલ (૧૯૫૦)
ક્લીક કરો અને સાંભળોઃ
આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
|
No comments:
Post a Comment