Monday, 11 May 2015




સમી સાંજ ઢળતી

સમી  સાંજ   ઢળતી   ગુલાબી ગુલાબી
અંતરની આશા ફળતી ગુલાબી ગુલાબી

રંગીલી  રૈન છે  દિલને  આજે  ચૈન  છે
આંખે આંખે છલકે મસ્તી ઘેરું ઘેરું ઘેન છે

અચાનક ઋતુ આજ  થઈ  ગઈ શરાબી
સમી  સાંજ   ઢળતી   ગુલાબી ગુલાબી

ગુલાબી  ગુલાબી     ગુલાબી  ગુલાબી
સમી  સાંજ   ઢળતી   ગુલાબી ગુલાબી

ડાબી જમણી આંખ નચવતી તું રંગીલી રમણી 
તારાઓનું પહેરી પટોળું  સંધ્યા ઢળતી નમણી

ઊગે ચાંદ  સુદનો   વીતી  ગઈ ખરાબી
સમી  સાંજ   ઢળતી   ગુલાબી ગુલાબી

ગુલાબી  ગુલાબી     ગુલાબી  ગુલાબી
સમી  સાંજ   ઢળતી   ગુલાબી ગુલાબી

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને દિલરાજ કૌર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ અભણલક્ષ્મી (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment