Monday, 11 May 2015


આજે સવારના બોલ્યો'તો કાગડો

આજે  સવારના  બોલ્યો'તો કાગડો
આવશે મે'માન કોઈ દેતો'તો વાવડો

ફડક્યું'તું ડાબું મારું અંગ રે
ઘરમાં હું તો એકલી, ઘરમાં હું તો એકલી

માતા  પિતા તો ગ્યા'તાં ખેતરની વાડમાં
બેની ને ભાઈ ગ્યા'તાં ભણવા નિશાળમાં

હે...  મારા પગમાં  મેંદીનો ચડ્યો  રંગ રે
ઘરમાં હું તો એકલી, ઘરમાં હું તો એકલી

તેડવાને  આજ આવ્યો  નણદીનો  વીરલો
લીમડાની હેઠે  ઢાળ્યો  ફળિયામાં  ખાટલો

ઘૂમટો  તાણીને પાણી લાવતાં મેં  માપિયો
ત્રાંસી  નજર  કરી   નાવલિયો  ઝાંખિયો

હે... મારા હૈયામાં પ્રેમના તરંગ રે
ઘરમાં હું તો એકલી, ઘરમાં હું તો એકલી

આજે  સવારના  બોલ્યો'તો કાગડો
આવશે મે'માન કોઈ દેતો'તો વાવડો

ફડક્યું'તું ડાબું મારું અંગ રે
ઘરમાં હું તો એકલી, ઘરમાં હું તો એકલી

સ્વરઃ ઉષા મંગેશકર
રચનાઃ મૂળશંકર વ્યાસ
સંગીતઃ દિલીપ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment