Tuesday, 12 May 2015


રમઝમ રમઝમ નેપુર વાજે


રમઝમ  રમઝમ  નેપુર  વાજે  તાળી  ને  વળી તાલ રે
નાચંતા  શામળીયો   શ્યામા   વાધ્યો   રંગ   રસાળ રે

ઝાલ  ઝબૂકે  રાખલડી   રે  મોર  મુગટ   શિર સોહે રે
થેઈ થેઈ  થેઈ  તહાં  કરતી  કામા મરકલડે  મન મોહે રે

કોટિ કલા તહાં પ્રગટ્યો શશિયર જાણે દિનકર ઊગ્યો રે
ભણે નરસૈંયો  મહારસ  ઝીલે  માની  ને મહાબળિયો રે
 
સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય
રચનાઃ નરસિંહ મહેતા
(આલ્બમઃ નરસિંહ મહેતાના ઉત્તમ પદો - ૨)

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment