ઓ સાજન
ઓ સાજન જેવો તું મુજને ભીંજવે
એવો ભીંજવે મુજને શ્રાવણ ઓ સાજન
ઓ સાજન જેવો તું મુજને ભીંજવે
એવો ભીંજવે મુજને શ્રાવણ ઓ સાજન
જોને ભીની ભીની ચોળી ચીટકી ગઈ મારે અંગે
જોને ભીની ભીની ચોળી ચીટકી ગઈ મારે અંગે
મારું ગોરું ગોરું રૂપ રંગાયું ચૂંદલડીના રંગે
ઓ સાજન આ ભીનો ભીનો વાય વાયરો
એને કૈંક છે મનભાવન ઓ સાજન
શરમ મૂકીને ગોરાંદે જરા આવો ઓરા ઓરા
શરમ મૂકીને ગોરાંદે જરા આવો ઓરા ઓરા
ભીના વાને લજવાઓ શાને આ તો પ્રીતના ફોરાં
ઓ સજની…
આ રૂપ નીતરતું મદભર એવું કરે કાળજે કામણ
ઓ સાજન જેવો તું મુજને ભીંજવે
એવો ભીંજવે મુજને શ્રાવણ
ઓ સજની… ઓ સાજન…
સ્વરઃ આશા ભોસલે અને ભૂપિન્દર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ દી' વાળે એ દીકરા (૧૯૮૨)
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment