Sunday, 10 May 2015


મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ 
મા મને કોઈ દી સાંભરે નૈ 
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દૃગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

ગીતઃ ઝવેરચંદ મેઘાણી
 સ્વરઃ મુરલી મેઘાણી
 સંગીતઃ ગૌરાંગ વ્યાસ
 ચિત્રપટઃ મા તારા હૈયાનાં હેત (૨૦૦૦)

  ક્લીક કરો અને સાંભળોઃ


અને સાંભળો
ઈન્દુબેન ધાનકના સ્વરમાં

No comments:

Post a Comment