Sunday, 10 May 2015


      સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ નવલી વહુવારુ પણ આવતાની સાથે જ જો ભૂલી જાય મહિયરનું નામ! નવી વહુવારુ કંઈ ઓછી નથી કે એ તો ઈચ્છે છે માઉસ બેઉને કરડે કી બોર્ડ પર હાથ જરા મૂકે તો કી બોર્ડ પણ સાસુ નણંદનો હાથ મરડે! સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ સાસુ નણંદ હવે ઈ-મેલમાં મોકલે છે ધમકીઓ રોજ રોજ એવી દહેજમાં એક હજી કમ્પ્યુટર જોઈએ છે નહિતર થશે જોવા જેવી! નવલી વહુવારુ કંઈ ઓછી નથી કે એ તો ઈ-મેલમાં વાયરસ મોકલાવતી ઈ-કાર્ડમાં ડ્રેકુલા બાબરિયો ભૂત એવા દૃશ્યોથી બેઉને ડરાવતી! સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ ઈન્ટરનેટ ચેટિંગમાં સામસામી થતી હોય સાસુ ને વહુની લડાઈ જ્યાં લગી હૈયાવરાળ નહિ ફૂંકે ને ત્યાં લગી કેમ રહેવાય? સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ નવલી વહુવારુ કંઈ ઓછી નથી કે એ તો મેસેજ છોડે છે કૈંક એવો પહેલાનો ચીલો ચાતરવાનું બંધ કરી થોડીક તો લાગણીઓ કેળવો! કમ્પ્યુટર ઈચ્છે છે આમની અથડામણમાં જાતે જ ક્લોઝ થઈ જાવું! ઝગડામાં અમથું કંઈ નથી જોડાવું કે નથી બીજું કંઈ કશું કામ કમ્પ્યુટર ઈચ્છે છે આમની અથડામણમાં જાતે જ ક્લોઝ થઈ જાવું!
સ્વર: હેમા દેસાઈ, બીજલ અને વિરાજ ઉપાધ્યાય ગીતઃ આશા પુરોહિત (આલ્બમઃ ગુજરાતી.કોમ) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment