Wednesday, 13 May 2015


એક લાલ બંગડી
એક લાલ બંગડી ને બીજી લીલી પરણ્યે પહેરાવી તો પહેરી લીધી લાલ રંગ ચૂમ્યો મારા મનના આકાશે લીલુડો નાસી ગયો વનમાં ચૂમ્યાને ચોરી ગઈ આભલાની સંધ્યા ને લીલુડો મોરપીંછ વનમાં હળવેથી હાથ મારા હાથમાં ધરી એક લાલ બંગડીને બીજી લીલી પરણ્યે પહેરાવી તો પહેરી લીધી લાલ રંગ જાણે મારા હોઠોની કોરમાં લીલી તે પાલવની ભાત પાલવનો છેડલો હોઠે દબાવી હું સંભારું વ્હાલાની વાત હોંશભર્યા હૈયાને હેતથી ભરી એક લાલ બંગડી ને બીજી લીલી પરણ્યે પહેરાવી તો પહેરી લીધી
સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ કનુ રાવળ સંગીતઃ નવીન શાહ ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment