શાને મોહન તેં
અરે ધુતારી શાને રહેતી રાત દી દુઃખ દેતી
થઈને પ્યારી ગિરધારીની તું કામણ કરતી
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
શાને મોહન તેં…
પહેલા તો પળપળ તું કાના મારી સંગ સંગ રહેતો
એક ઘડી પણ અળગી તું મને ન થાવા દેતો
જગજીવન તું ચિત્તને ગયો છે હરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
શાને મોહન તેં…
જ્યારે આવું હું મધુવનમાં આગ લાગે મારા મનમાં
જ્યારે આવું હું મધુવનમાં આગ લાગે મારા મનમાં
હવે બાકી શું જીવનમાં? ડૂબું હું જમના જળમાં
ભરમાવી ગઈ બંસરી તુંને પ્રેમની ભૂરકી નાખી
કેશવ કેરા કાળજથી તું દૂર નહિ શકે મને રાખી
ભલે જીતી તું હાર ભલે મારી થઈ
મુરલી શું ગઈ તુંને કામણ કરી
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી
મુરલી શું ગઈ તુંને કામણ કરી
શાને મોહન તેં…
સ્વરઃ આશા ભોસલે
ગીતઃ કેશવ રાઠોડ
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ માડીના જાયા (૧૯૭૬)
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment