સમયનો સાદો નિયમ
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કદી એ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય
સદ્ભાગી કો’કને જ ફળી જાય છે સમય
રહેશો ના કોઈ પણ આ સમયના ગુમાનમાં
સરતી હવાની જેમ સરી જાય છે સમય
ક્યારેય કોઈ એકનો થઈને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય
‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય
સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ કુતુબ આઝાદ
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment