Monday, 11 May 2015



ન આવ્યું આંખમાં આંસુ

ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઈ અસર ત્યારે  દુવાએ લાજ રાખી છે

તરસનું માન  સચવાયું  ફક્ત તારા વચન  ઉપર
સમયસર આભથી વિખરી ઘટાએ લાજ રાખી છે

ઘણું  સારું  થયું  આવ્યા નહિ  મિત્રો મને મળવા
અજાણે  મારી હાલતની  ઘણાંએ  લાજ રાખી છે

પડી ‘કૈલાસ’ના શબ પર  ઊડીને  ધૂળ ધરતીની
કફન ઓઢાડીને  મારી  ખુદાએ  લાજ  રાખી છે
 
સ્વરઃ પંકજ ઉધાસ
રચનાઃ કૈલાસ પંડિત

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment