સરવરના ઘાટ માથે
સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
નાવલિયા તને નિરખી મારે નૈને નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની વીણા હૃદયની વાગે
હાથોમાં હાથ સાથે મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
દૂર દૂર ડુંગરની કોરે ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ કાળજડાની કોર
વગડાની વાટ માથે હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
સ્વરઃ આશા ભોસલે અને એ.આર. ઓઝા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ પરણેતર (૧૯૫૧)
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment