Monday, 11 May 2015


તારે રે સથવારો હરિ રામનો



તારે રે  સથવારો  હરિ રામનો  હે આતમના અભિરામનો
તારે રે  સથવારો  હરિ રામનો                             

તારી   વાણીએ   વેદ   વસે   ને   આંખડીએ    અનુકંપા
માનવતાને    કાજ    સેવતો   સકળ    શક્ય    અજંપા
વાહક   થઈને    ફરતો   નિશદિન   ઈશ્વરી   પયગામનો
તારે રે  સથવારો  હરિ રામનો                             

વિશ્વશાંતિનો    વણપૂછ્યો     તું     પ્રાણવાન    પ્રણેતા
તારે  પગલે   હટે   તિમિર   ને   પ્રકાશના   પુર  વહેતા
અકળ આંધિમાં ગિરિરાજ ઉંચકવા સાથ તને ઘનશ્યામનો
તારે રે  સથવારો  હરિ રામનો                             

સ્વરઃ ગીતા રોય

ક્લીક કરો અને સાંભળોઃ


પૂજ્ય બાપુજીની હયાતીમાં જ તેમના માટે અસંખ્ય સ્તુતિકાવ્યો
લખાયા-ગવાયા હતા. આ આવું જ એક ગીત છે.
ગીતા રોયે તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાયેલ
આ સરસ ગીત વિશે જેમની પાસે જે કંઈ માહિતી હોય
તે આપવા આગ્રહભરેલી વિનંતી છે.


No comments:

Post a Comment