નંદલાલ નહિ રે આવું નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે કામ છે, કામ છે, કામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે વનરા રે વનમાં રાસ રચ્યો છે સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે વનરા તે વનની કુંજગલીમાં ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે વનરા તે વનના મારગે જાતાં દાણ આપવાની મુને ઘણી હામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે - મીરાંબાઈ ક્લીક કરો અને સાંભળોઃ |
Wednesday, 13 May 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment