નિરુદ્દેશે
નિરૂદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે
ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ
ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર-કંઠ
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સહુ રંગ
મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે, નિરૂદ્દેશે
પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી
તેજછાયા તણે લોક, પ્રસન્ન-વીણા પર પૂરવી છેડી
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે, નિરૂદ્દેશે
નિરૂદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે
ગીતઃ રાજેન્દ્ર શાહ
સ્વરઃ હરિહરન
સંગીતઃ અજિત શેઠ
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment