Monday, 11 May 2015




જેને દીઠે નેણલાં ઠરે

[આ પ્રાચીન ભજન જુદા જુદા શબ્દો સાથે ગવાતું રહ્યું છે.]

જેને  દીઠે  નેણલાં  ઠરે  બાયું!  અમને  એડા એડા  સંત મળે

ઉદરમાંથી એક બુંદ પડે  ને ભગત નામ ધરે                  
નરક  છોડાવીને  ન્યારા રે’વે,     અમર  લોકને  વરે… બાયું.

ચાલતા નર ધરતી ન દુવે,  પાપ થકી બહુ ડરે                
શબ્દ વિવેકી ને ચાલે સુલક્ષણા  પૂછીપૂછીને પાઉં ધરે….બાયું.

ત્રિગુણ પૂતળી રમે સૂનમાં અનઘડ ઘાટ જ ઘડે               
ગુરુજીના શબ્દો એવાં કે ભાઈ ખોજે તેને ખબરું પડે…. બાયું.

કાયાવાડીનો એક ભમરલો સંધ્યાએ ઓથ ધરે                
આ રે સંસારમાં  સંત સુહાગી બેઠાં બેઠાં ભજન કરે…. બાયું.

વર્ષાઋતુનો એક હિમ-પોપટો, નીર ભેળાં નીર ભળે           
લખમાના સ્વામીની સંગે રમતાં  સ્વાતિનાં  બિંદુ ઠરે…. બાયું.

સ્વરઃ હેમુ ગઢવી
રચનાઃ લખમો માળી

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment