Wednesday, 13 May 2015


રસિયો ફાગણ આયો

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે અલબેલો, હે અલબેલો ફાગણ આયો!

વનરાવનમાં, તનમાં-મનમાં,
થનગન જોબન લા...યો!
ફોરંતી પાંખડીએ, આંજેલી આંખડીએ આ...વી
મધુ ટપકતે...
મધુ ટપકતે મુખલડે મલકાયો, ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે આવ્યો... મસ્તાનો, ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી એક વાતે
મનમોહનની...
એ જી મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
રસિયો ફાગણ આયો!

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

ગીતઃ જયંત પલાણ 
સ્વર: ગીતા દત્ત

ક્લીક કરો અને સાંભળોઃ

Source: www.tahuko.com

No comments:

Post a Comment