આ રંગભીના ભમરાને આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું? ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું? પ્રીતભર્યા સરવરના નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરે ઘૂંઘટ ખેંચી લજવે મુજને, ના પાડું? હા પાડું? આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું? ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું? ઉર કમળને કોરી કોરી ગુનગુનતો ગાતો રસહોરી રૂપરસીલો રીઝવે મુજને, ના પાડું? હા પાડું? આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું? ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું? સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ ભાસ્કર વોરા સંગીતઃ દિલીપ ધોળકીયા ક્લીક કરો અને સાંભળોઃ |
Sunday, 10 May 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment