Tuesday, 12 May 2015


હરિ મારે હાથે છે
હરિ મારે હાથે છે દોરો અને ચામ પણ મારે રચવાં છે શાલિગરામ મારી ખાલની રે તારી મોજડી બનાવું વાલા મોજડી બનાવું વાલા એ જી તારાં પગમાં પેરાવું મારા શ્યામ કે મારે રચવાં છે શાલિગરામ શેષના ઓશિંગણવાળા થાજે ના સૂગાળવો થાજે ના સૂગાળવો એ જી પ્રભુ ધૂળથી ભર્યાં છે મારા ધામ કે મારે રચવાં છે શાલિગરામ સોનાના સિંઘાસણવાળા હે ગરુડગામી, હે ગરુડગામી એ જી ઘરને ઓટલે બિરાજો ઘનશ્યામ કે મારે રચવાં છે શાલિગરામ
સ્વરઃ મુગટલાલ જોશી રચનાઃ કવિ દાદ સંગીતઃ સી. અર્જુન ચિત્રપટઃ સંત રોહીદાસ (૧૯૮૨) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment