Wednesday, 13 May 2015


મારા જખમ ને દર્દમાં

મારા જખમ ને દર્દમાં  કુદરતનો ભાગ છે
કે ચાંદમાં  છે દાગ  ને  સૂરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારોયે ત્યાગ છે

મહેકી રહી છે  એમ  મુહોબ્બત કલંક થઈ
જીવનના વસ્ત્ર પર  કોઇ અત્તરનો દાગ છે

‘બેફામ’ તારી પ્યાસને  નથી  કોઈ જાણતું
ને  સૌ કહે  છે  પ્રેમના  પાણી અતાગ છે

સ્વરઃ આશિત દેસાઈ
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ તલત અઝીઝ

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment