દર્દને ગાયા વિના રોયા કરો
દર્દને ગાયા વિના રોયા કરો પ્રેમમાં જે થાય છે જોયા કરો
બીક લાગે કંટકોની જો સતત ફૂલને સુંઘો નહિ જોયા કરો
કેમ આવ્યા આ જગે રડતા તમે? જિંદગી આખી હવે રોયા કરો
લ્યો હવે કૈલાસ ખુદને કાંધ પર રાહ સૌની ક્યાં સુધી જોયા કરો
સ્વરઃ ઓસમાણ મીર
રચનાઃ કૈલાસ પંડિત
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment