હું કહું કે તું કહે હું કહું કે તું કહે, વાત એની એ જ છે દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે હું કહું કે તું કહે, વાત એની એ જ છે દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે હું કહું કે તું કહે... વસંતના આકાશનું વાદળું વરસે ખરું? મોસમ નથી પણ દિલ દિવાનું થાય તો હું શું કરું! ભૂલા પડ્યા બે કાળજાની વાત એની એ જ છે દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે હું કહું કે તું કહે... ગજરે ગૂંથ્યું આ કેશનું છે ઉપવન મહેકી રહ્યું ગુમાનમાં એથી જ મારું મન છે બહેકી ગયું ફૂલ ને કંટક જુદા પણ જાત એની એ જ છે દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે હું કહું કે તું કહે, વાત એની એ જ છે દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે હું કહું કે તું કહે... સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ નંદનવન (૧૯૬૧) ક્લીક કરો અને સાંભળોઃ [આ દુર્લભ ઓડિયો ક્લીપ આપવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર.] |
Thursday, 11 February 2016
હું કહું કે તું કહે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment