વ્યર્થ દુનિયામાં પ્રણયને વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે તું નયન સામે નથી તો પણ મને દેખાય છે જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત પણ મને એની સજા તારા તરફથી થાય છે સ્વરઃ મનહર ઉધાસ રચનાઃ બરકત વિરાણી ‘બેફામ’ ક્લીક કરો અને સાંભળોઃ |
Thursday, 11 February 2016
વ્યર્થ દુનિયામાં પ્રણયને
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment