અમથી અમથી મૂઈ અમથી અમથી મૂઈ ઓલ્યા માંડવાની જૂઈ! કંપી કંપીને એ જીવન જીવી ગઈ ઝંખી ઝંખીને એ તરસી ગઈ ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ એની કાયામાં સુવાસ, જોબન શમણાનો ઝંકાર સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ! કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું રે હરણ એને ઝાકળમાં નવડાવી, એને ધૂળમાં પોઢાડી સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ! (આલ્બમઃ અનુભૂતિ ૨૦૦૭) સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય આશિત દેસાઈ અને પાર્થિવ ગોહિલ રચનાઃ જિતુભાઈ પ્ર. મહેતા ક્લીક કરો અને સાંભળોઃ |
Thursday, 11 February 2016
અમથી અમથી મૂઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment