Tuesday, 17 March 2015

કોમ્બીનેશન રાઈસ


કોમ્બીનેશન રાઈસ
સામગ્રીઃ

4 કપ રાંધેલા ભાત, 
1 કપ બાફેલા નૂડલ્સ(નૂડલ્સ બાફ્યા બાદ તેલવાળા કરી દેવા જેથી ચોંટી ન જાય), 
3 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 કપ કાંદા, 1 કપ ગાજર, 
1 નંગ કેપ્સીકમ, 1 કપ કોબીજ, ખાંડ સ્વાદાનુસાર, મીઠું સ્વાદાનુસાર, 
1 ચમચી ગ્રીન ચીલીસોસ, 1 ચમચી સોયાસોસ, 1 ચમચી ગરમ મસાલો, 
1 ચમચી લાલ મરચું, 1 કપ છાલ ઉતારેલા ટમેટાના ટુકડા, ચપટી આજીનો મોટો, 
કોથમીર અને કાજુ સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુમરચાની પેસ્ટ 
સાંતળો. ત્યારબાદ તેમાં કાંદા ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં 
સમારેલું ગાજર, કેપ્સીકમ અને કોબીજ ઉમેરી સાંતળો. બધા જ શાક અધકચરા ચડી 
જાય એટલે તેમાં થોડી ખાંડ અને મીઠું ઉમેરી બધું મિક્સ કરો. હવે તેમાં ગ્રીન 
ચીલીસોસ, સોયાસોસ, લાલ મરચું અને છાલ ઉતારેલા ટમેટાના ઝીણા ટુકડા તેમાં 
ઉમેરી બરાબર હલાવો. છેલ્લે આજીનો મોટો ઉમેરો. બધું જ એકસર થઈ જાય એટલે 
તેમાં રાંધેલા ભાત અને બાફેલા નૂડલ્સ ઉમેરી મિક્સ કરો. એક બાઉલમાં કાઢી લો. 
કોથમીર અને કાજુથી સજાવો.


No comments:

Post a Comment