Tuesday, 17 March 2015

ચિલીલેમન સ્ટયૂડ વેજિટેબલ્સ વિથ હોટ નૂડલ્સ

ચિલીલેમન સ્ટયૂડ વેજિટેબલ્સ વિથ હોટ નૂડલ્સ


સામગ્રી :

બારીક સમારેલાં ફુલાવરનાં ફૂલ- ૭-૮, બટન મશરૂમની સ્લાઈસ- ૭-૮, મકાઈના 
દાણા- પા કપ, પાલકની ભાજી- ૬-૭ પાન, કેપ્સિકમ (૧ ઇંચના ટુકડા)- ૧ નંગ, 
લાલ કેપ્સિકમ (૧ ઇંચના ટુકડા)- અડધું, પીળું કેપ્સિકમ (૧ ઇંચના ટુકડા)-અડધું, 
ટામેટાં (૧ ઇંચના ટુકડા)- ૨ નંગ, બાફેલાં નૂડલ્સ- પા કપ, ફણગાવેલું કઠોળ-પા કપ, 
ઓલિવ ઓઇલ-૨ ચમચી, સમારેલ લેમનગ્રાસ-૨, લીલાં મરચાંની ચીરીઓ- ૨ નંગ, 
વેજિટેબલ સ્ટોક- ૪ કપ, મરીનો પાઉડર- ૫-૬ નંગ, મીઠું- સ્વાદ મુજબ

રીત :

ઊંડી કડાઈમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં ફુલાવર અને મશરૂમને સાંતળો. 
લેમનગ્રાસ મિકસ કરો. લીલાં મરચાંની ચીરીઓ નાખી સાંતળો. હવે તેમાં નૂડલ્સ, 
વેજિટેબલ સ્ટોક, મીઠું અને મરીનો પાઉડર નાખી હલાવો. તેને કળવા દો. તેમાં 
મકાઈના દાણા, હાથેથી તોડેલાં પાલકની ભાજીનાં પાન અને ત્રણેય રંગના કેપ્સિકમના 
ટુકડા નાખી રહેવા દો. ફણગાવેલું કઠોળ અડધા ભાગનું ભેળવો. સિર્વંગ બાઉલમાં 
ટામેટાંના ટુકડા ગોઠવી અને તેના પર નૂડલ્સ સાથેના સ્ટયૂડ વેજિટેબલ્સ રેડો. 
વધેલું ફણગાવેલું કઠોળ ઉપર ભભરાવીને સ્વાદ માણો.

No comments:

Post a Comment