Wednesday, 18 March 2015

કાબૂલી ચણા-ટામેટાંનો સૂપ

સામગ્રી :

1 કપ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણા,
2 મધ્યમ કદની ડુંગળી,
1 ચમચો મેંદો,
100 ગ્રામ ટામેટાંનો રસ,
1 ચમચો સમારેલી કોથમીર,
1 ચમચી મીઠું,
1 ચમચી વાટેલો ગરમ મસાલો,
2 ચમચા માખણ.

રીત :
સૌપ્રથમ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણામાં મીઠું અને ગરમ મસાલો 

નાખી 4 કપ પાણી રેડી ઉકાળો. ડુંગળીને ચોરસ ટુકડામાં બારીક સમારો. 
માખણ ગરમ કરી, તેમાં ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી 
સાંતળો. પછી મેંદો નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં 
ટામેટાં અને ચણાનો રસ રેડી ઉકાળો. તે પછી ઠંડુ થાય એટલે મિક્સીમાં 
ક્રશ કરો અને ફરી 10 મિનિટ સુધી ઉકાળો. કોથમીર અને બાફેલા ચણા 
નાખી તળેલી બ્રેડ સાથે પીરસો.

No comments:

Post a Comment