Tuesday, 17 March 2015

નૂડલ્સ વેજીટેબલ ભેળ(ખાઉસવે)




નૂડલ્સ વેજીટેબલ ભેળ(ખાઉસવે)
સામગ્રી :

૨૦૦ ગ્રામ નૂડલ્સ, 
૧ ચમચી લીલું લસણ, 
૧ ચમચી લીલા કાંદા, 
૫ થી ૬ નંગ ફુદીનાના પાન, 
અડધી ચમચી તળેલું લસણ, 
લીલા ધાણા જરૂર પ્રમાણે, 
૨ ચમચી તેલ, 
૧ નંગ ડુંગળી, 
૧ ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ, 
૧ વાટકો નાળીયેરનું દૂધ (નાળીયેરનું દૂધ બનાવવા માટે નાળીયેરના નાના કટકા 
   કરી તેમાં પાણી ઉમેરી ક્રશ કરી, તેનું દૂધ તૈયાર કરો), 
૧ ચમચી દાળીયાનો ભૂકો, 
૧ કપ બાફેલા વટાણા-ગાજર અને ફણસી, 
મીઠું સ્વાદાનુસાર, 
૧ ચમચી લીંબુનો રસ.

રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં ૨ ચમચી તેલ મૂકો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. 
ડુંગળીનો કલર બ્રાઉન થાય એટલે તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી નાળીયેરનું 
દૂધ ઉમેરો. ત્યારબાદ તેમાં દાળીયાનો ભૂકો ઉમેરી મિકસ કરો. હવે તેમાં બાફેલા 
વટાણા-ગાજર અને ફણસી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરી થોડું 
ઉકળવા દો એટલે નાળીયેરની કઢી તૈયાર.

હવે એક બાઉલમાં બાફેલા નૂડલ્સ લો. તેમાં મીઠું, લીલું લસણ, તળેલું લસણ, લીલા કાંદા, થોડો ફુદીનો, લીલા ધાણા અને તૈયાર કરેલ કઢી તેમાં ઉમેરી મિકસ કરો. બર્મિશ ખાઉસવે તૈયાર.

No comments:

Post a Comment