Wednesday, 18 March 2015

ચોખા અને ચીઝના વડા


સામગ્રી

ચોખા – ૨૫૦ ગ્રામ, સમારેલી ડુંગળી – ૧ નંગ નાની, સમારેલી કોથમીર–૨ ચમચા,
સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ,ચીઝ – ૬૦ ગ્રામ,ઘઉનો લોટ – ૩૦ ગ્રામ,
બ્રેડક્રમ્બ્સ – ૫૦ ગ્રામ,તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ

રીત

ચોખાને બાફી લઇ એક બાઉલમાં કાઢો. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીલાં મરચાં 
અને મીઠું ભેળવી મિકસ કરી લોટ જેવું બનાવો. તેમાંથી નાના નાના ગોળા વાળો. 
આ દરેક ગોળામાં વચ્ચે ચીઝ મૂકીને ફરી ગોળો વાળો. તેને એક તરફ રહેવા દો.

લોટમાં સહેજ મીઠું ભેળવી તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. દરેક વડાને ખીરામાં બોળી, 
હળવેથી બ્રેડક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. આછા સોનેરી રંગના થાય 
એટલે બહાર કાઢી ગરમ ગરમ જ ખાવ.

No comments:

Post a Comment