Wednesday, 18 March 2015

ફ્રેન્ચ બીન્સ ફુગશ


તૈયારીનો સમય ઃ ૫ મિનિટ

બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ

માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ- 
૩ કપ ફણસી બારીક સમારેલી
૧/૪ કપ ચણાની દાળ પલાળેલી
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી અદડની દાળ
૪ થી ૬ મીઠા લીમડાના પાન
૧ ચપટી હિંગ
૧ ચમચી ખમણેલું આદું
૧/૪ ચમચી હળદર
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે
 ઃ
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી

રીત ઃ- 
(૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે 
અડદની દાળ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) તેમાં લીમડાના પાન, હિંગ અને આદુ નાંખી થોડી વધુ સેકંડ સાંતળો.
(૩) તેમાં ફણસી, ચણાની દાળ, હળદલ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સરખી 
રીતે મિક્સ કરી ઢાંકી રાખો.
(૪) ધીમા તાપે ફણસી અને ચણાની દાળ રાંધો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
(૫) ફણસી અને ચણાની દાળ રંધાઈ જાય પછી ઊંચા તાપે પાણી ન રહે ત્યાં સુધી 
હલાવો. પછી ગેસ પરથી ઉતારો.
કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment