Carrot Dry Fruit Lapsi - ગાજરની મેવા લાપસી
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ ગાજર
- 250 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
- 250 ગ્રામ ખાંડ
- 250 ગ્રામ ઘી
- 1 લિટર દૂધ
- 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
- 2 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
- 2 ટેબલસ્પૂન એલચી
- 1 ટીસ્પૂન એલચીનો પાઉડર
- 1/2 ટીસ્પૂન એલચીદાણા
- 1/2 ટીસ્પૂન જાયફળનો પાઉડર
Method - રીત
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા – પછી મિક્ચરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચી દાણા નાખી ઘઉંનો લોટ નાખવો – બદામી શેકાય એટલે તેમાં ગાજરનો માવો નાંખવો. થોડો શેકી તેમાં દૂધા, ખાંડ, દ્રાક્ષ, એલચી – જાયફળનો પાઉડર અને અડધા ભાગનો મેવો નાખવો. બરાબર ઘટ્ટ થઈ જાય અને ઘી બહાર નીકળે એટલે ઉતારી બદામ-પિસ્તા અને ચારોળીથી ડેકોરેશન કરવું.
No comments:
Post a Comment