Carrot Sukhadi - ગાજરની સુખડી
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ ગાજર
- 100 ગ્રામ ઘઉંનો લોટ
- 300 ગ્રામ ગોળ (નરમ)
- 1 કપ દૂધ
- 2 ટેબલસ્પૂન સિંગદાણા
- 2 ટેબલસ્પૂન તલ
- ઘી, નંગ-3 એલચી
Method - રીત
ગાજરનું છીણ કરવું.ગાજરને ચારે બાજુથી છીણવાથી તેનો લાલ ભાગ છીણાશે અને સફેદ રહેશે તે કાઢી નાખવો. પછી છીણને મિક્સરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાખી, ગાજરનો માવો શેકવો. તેમાં દૂધ નાખી ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી અંદર શેકેલા તલ અને સિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો નાખવો. ઘઉંના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. એક વાસણમાં થોડું ઘી નાખી, તેમાં નરમ ગોળ નાખી, પાયો બનાવવો. ગોળ બરાબર ઓગળી જાય એટલે ગાજરનો માવો અને ઘઉંનો લોટ નાખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી, સુખડી ઠારી દેવી. તેમાં નાના નાના ચોરસ કાપા કરી રાખવા. ઠંડી પડે એટલે કટકા ઉખાડી દેવા.
No comments:
Post a Comment