Sunday, 15 March 2015

Carrot Rabdi - ગાજરની રબડી

Carrot Rabdi - ગાજરની રબડી

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 500 ગ્રામ લાલ ગાજર
  • 200 ગ્રામ માવો
  • 250 ગ્રામ ખાંડ (અાશરે)
  • 2 ટેબલસ્પૂન ચારોળી
  • 7 કાજુ, 5 બદામ, 7 અખરોટ
  • વેનીલા એસેન્સ
Method - રીત
ગાજરને છોલી, સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા.

કટકાને વરાળથી બાફી લેવા. માવાને ધીમા તાપે શેકી લેવો. પછી ગાજરના કટકા અને માવો ભેગો કરી મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં ખાંડ નાંખવી. દૂધ ઊકળે એઠલે તેમાં ગાજર-માવાની પેસ્ટ નાખવી. ઘટ્ટ થાય એઠલે અખરોટ અને કજુના નાના કટકા નાખવા. બરોબર જાડું થાય એટલે ઉતારી વેનીલા એસેન્સ નાખી, હલાવી, છોલેલી બદામની કાતરી અને ચારોળી નાખી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી રબડી એકદમ ઠંડી કરી પીરસવી.


No comments:

Post a Comment