Italian Salad - ઈટાલિયન સલાડ
Ingredients - સામગ્રી
- 1 નાની કોબીજ
- 1 કપ લેટ્યૂસનાં કુમળાં પાન (કાપેલાં)
- 2 કાકડી, 2 કેપ્સીકમ
- 2 ગાજર
- 2 મૂળા (બની શકે તો લાલ)
- 2 લીલી ડુંગળી, 3 ટામેટાં
- 1/4 કપ ઈટાલિયન ડ્રેસિંગ
- 1/2 કપ ચીઝ (ખમણેલું)
- 1 કપ સેલરીની ભાજી (સમારેલી)
- મીઠં, મરીનો પાઉડર, કાજુના કટકા
Method - રીત
કોબીજને બારીક મારી લેટ્યૂસનાં પાનના કટકાને બરફના ઠંડા પાણીમાં 2 કલાક પલાળી રાખવાં, જેથી કડક થાય, પછી પાણી નિતારી લેવું. કાકડી, ગાજર, મૂળા, લીલી ડુંગળી અને કેપ્સીકમ (બિયાં કાઢી) દરેક એક લઈ તેની લાંબી ચીરીઓ કરવી. 2 ટામેટાં, 1 ગાજર અને 1 કાકડીનાં ગોળ પતીકાં કરવા. 1 કેપ્સીકમ અને 1 ડુંગળીની રિંગ કાપવી. એક પ્લેટમાં કોબીજનાં પાન ગોઠવી, તેના ઉપર બધાં શાકની ચીરીઓ મૂકવી. તેના ઉપર મીઠું અને મરીનો પાઉડર છાંટવો. તેના ઉપર ઈટાલિયન ડ્રેસિંગ છાંટી, ઉપર કાકડી – ટામેટાં – ગાજરનાં પતીકાં, કેપ્સીકમ – લીલી ડુંગળીની રિંગ અને કાજુના કટકાથી સજાવટ કરવી. ફ્રિજમાં મૂકી ઠંડું કરવું.
No comments:
Post a Comment